સત્ય,સ્વામી એક સંસ્થા અને સસ્પેન્સ.....!! ≠==

 

   સત્ય,સ્વામી એક સંસ્થા અને સસ્પેન્સ.....!!

≠==================================


રિંગરોડ પર આવેલાં સ્વામિનારાયણ સંસ્થા નાં વડા સ્વામી શ્રીજી પ્રકાશ ને કોણ બદનામ કરી રહ્યું છે....?


સેવાકીય પ્રવૃત્તિ કરતાં સંપ્રદાય ને બદનામ કરનાર કહેવાતાં "વિરોધીઓ" કોણ છે....?


સ્વામી શ્રીજી પ્રકાશ અને તેમની સેવા પ્રવૃત્તિ ને સામે સવાલ ઉઠાવનાર કોણ છે....?


છેલ્લાં દસ વર્ષમાં કથાકાર સ્વામી શ્રીજી પ્રકાશ ઉપર અલગ અલગ સમયે સવાલ ઊભા કરનાર લોકો કેમ ક્યારેય સામે આવતાં નથી....?


શું છે સોળ વર્ષની માસૂમ વિદ્યાર્થિની સાથે થયેલી સમગ્ર ઘટનાની હકીકત....?


જાણીએ "સત્ય સ્વામી,સંસ્થા અને સસ્પેન્સ"....!!

_______________________________________________



અમદાવાદ શહેરના અનેક કિસ્સાઓ અને અનેક કહાની વારંવાર અનેક માધ્યમો માં ચમકતી રહેતી હોય છે,કારણ કે અમદાવાદ હવે શહેર માથી "મેટ્રો" શહેર બની ગયું છે,પણ ક્યારેક ક્યારેક શહેરની બોર્ડર એટલે કે હદ વટાવીને કોઈ ઘટના કે કિસ્સો બને ત્યારે બહુ મુશ્કેલી થી બાહર આવતો હોય છે. કદાચ ગ્રામીણ વિસ્તારની વાત ગ્રામીણ વિસ્તારમાં જ દબાઈ જતી હશે અથવા ગમેતે રીતે સત્ય થાકીને પોતાની હાર માની લેતું હશે...!!


વાત ચર્ચામાં આવી છે હાથીજણ રિંગરોડ ઉપર આવેલા રોડ ઉપરના સ્વામી નારાયણ સંસ્થાની, છેલ્લાં કેટલાક વર્ષોથી અનેક સેવાકીય,ધાર્મિક અને પ્રસંશનીય પ્રવૃત્તિ કરનાર જાણીતા કથાકાર સ્વામી શ્રીજી પ્રકાશ અને એમની સંસ્થામાં અભ્યાસ કરનાર એક સોળ વર્ષની વિદ્યાર્થિની ની,


ચર્ચા કરનાર લોકો અનેક પ્રકારની ચર્ચા કરે પણ પોલીસ તંત્ર અને કાયદો ક્યારેય કોઈ એક વ્યક્તિનો પક્ષ નથી લેતો એવો વિશ્વાસ આજે પણ જનતાના મનમાં અખંડ છે,ઘટના અંગે જ્યારે જાણવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો ત્યારે સ્વામી શ્રીજી પ્રકાશ,વિવેકાનંદ નગર પોલીસ અધિકારી અને એક વિદ્યાર્થીની નાં પિતા ત્રણે પક્ષનું મંતવ્ય જાણ્યું અને આખરે ઘુંચાયેલું સસ્પેન્સ શું છે અને કોણ આવા પ્રકારની ચર્ચા કરીને એક સેવાકીય પ્રવૃત્તિ કરનાર સ્વામિનારાયણ સંસ્થા ને બદનામ કરવાનો વાહિયાત પ્રયત્ન કરી રહ્યું છે....!!


સૌથી પહેલા સમગ્ર ઘટના ઉપર વાત કરી સ્વામી શ્રીજી પ્રકાશ સાથે તેમણ શું કહ્યું જાણીએ......!!


સવાલ_ સ્વામી ચર્ચામાં છે એ આખોય ઘટના શું છે...?

જવાબ_ વાત છે ફકત એક ઝાપટ ને લીધે ઉદ્ભવેલી ઘટનાની, અમારી શૈક્ષણિક સંસ્થા માં ધોરણ દસમા અભ્યાસ કરતી વાંચ ગામ ના એક બ્રાહ્મણ પરિવાર ની દીકરી,સંસ્થામાં એક વિક પહેલા કથાના કાર્યક્રમ વખતે સેવા કરવા આવેલા સેવાભાવી છોકરાઓ માથી એક છોકરો જે અગાઉ અમારી સંસ્થામાં અભ્યાસ કરી કોલેજ પૂરી કરીને જરૂર પડ્યે સંસ્થામાં સેવા કરવા આવનાર હતો,દસમા ધોરણમાં ભણતી છોકરી તેનાં સંપર્કમાં હોવાની વાત ને લઈને તેમજ એ દસમા ધોરણમાં ભણતી છોકરી અને છોકરાને ફોન ઉપર વારંવાર વાત કરતી નજરે જોનાર શિક્ષિકા દ્વારા ઠપકો આપી એક થપ્પડ મારવામાં આવતાં છોકરી દ્વારા ખોટી વાત ઉપજાવી દેવામાં આવી છે...


સવાલ_વિદ્યાર્થિની નાં હાથમાં સંસ્થાની અંદર મોબાઈલ કેવી રીતે આવ્યો,મોબાઈલ વાપરવાની છૂટ આપવામાં આવે છે....?


જવાબ_ કોરોના ને કારણે સંસ્થાની અંદર ફીઝીક્લ હાજરી બંધ રાખવામાં આવેલી ત્યારથી ઓન લાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હોવાને કારણે મોબાઈલ સાથે હોય તે સ્વાભાવિક છે.


સવાલ_ વિદ્યાર્થિની ને ઠપકો આપવાની ગણત્રીમાં એવી કેવી થપ્પડ મારવામાં આવી કે વિદ્યાર્થિની બે ભાન થઈ ગઈ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવી પડી...?

જવાબ_છોકરી ને છોકરા સાથે સબંધ રાખવામાં રોકવામાં આવી એટલે આ પ્રકારનું નાટક કર્યું હોય તેવું લાગે છે.


સવાલ_શિક્ષિકા દ્વારા એક થપ્પડ મારવી,ઠપકો આપવો એમાં કોઈ હોસ્પિટલ માં દાખલ કઇ રીતે થાય અને એક ચર્ચા પ્રમાણે ગુપ્તાંગ ભાગમાં લોહી નીકળવાનું સત્ય શું છે....?

જવાબ_પોતાને ફકત પેલાં છોકરા થી દુર થવું નહોતું અને તેનાં કારણે સમગ્ર ઘટના પોતાની અને છોકરા સાથેના સબંધ ને દબાવી દેવા નાટક હતું બીજું કઈ નથી,અને બ્લડ નીકળવાનું કારણ છોકરી માસિક ધર્મમાં થઈ ગઈ હોવાને કારણે નીકળ્યું હોય બીજું કોઈ કારણ નહોતું,તેમજ છોકરી ને સિવિલ હોસ્પિટલમાં "મેડિકલ" કરવા માટે લઈ ગયેલાં,અને જે રીતે આરોપ લગાવામાં આવે છે તો મેડિકલ કરવામાં કેમ છોકરી નો પરિવાર ડરી ગયો...? અને છોકરી ને ચાર દિવસ સુધી લોહી નીકળતું હતું તો રિપોર્ટ કેમ કઢાવી શક્યા નથી.અમારી સંસ્થા સામે પડેલાં છે,તે અમુક વિરોધી તત્વો અમારી સંસ્થા ને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે,આવા વિરોધી લોકો અમારી સેવાકીય પ્રવૃત્તિ ને રોકી શકાશે નહીં...!!

(સ્વામી સાથે થયેલી ચર્ચામાં આ વિરોધીઓ કોણ છે,ક્યાં છે અને તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ક્યારે આવશે એની કોઈ ચર્ચા કે ખુલાસો કરવામાં આવ્યો નથી)

________________________________________


ઘટનાની સમગ્ર ચર્ચાને લઈને વિસ્તાર જે પોલીસ સ્ટેશનમાં આવે છે એ વિવેકાનંદ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી વાય.એમ.ગોહિલ સાથે થયેલી વાતચીત.


સવાલ_ ગોહિલ સાહેબ અમે સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી શ્રીજી પ્રકાશ ને મળીને આવ્યા,શું છે પેલી ઘટના...?

જવાબ_ જુઓ અમુક વિરોધીઓ દ્વારા અને અમુક લોકલ લોકો દ્વારા આખોય વાત ને ટવીસ્ટ કરવામાં આવી છે અને સંસ્થા તથા ત્યાંના હોદ્દેદારો તેમજ શિક્ષક ને બદનામ કરવાનો પ્રયત્ન છે બીજું કંઈ નહીં.


સવાલ_છોકરી ની તબિયત અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી એનું સત્ય શું છે....? 

જવાબ_જુઓ છોકરી એકદમ ચાલુ અને વિચિત્ર પ્રકારની છે,એને કોઈ છોકરા સાથે સબંધ થયેલો જ્યારે સંસ્થામાં એક પ્રસંગ હતો ત્યારે વાત કરતાં પકડાઈ જવાથી છોકરી દ્વારા નાટક કરવામાં આવ્યું છે,બીજું કંઈ ખાસ નથી.


સવાલ_છોકરી અને છોકરો ત્યાં સાથે એકજ ધોરણ માં ભણતાં હતાં....?

જવાબ_એક ક્લાસમાં નહોતાં ભણતાં પણ આગળ પાછળ અભ્યાસ કરતા હતાં,તેમજ ગરીબ પરિવારની દીકરી હોવાથી મફત શિક્ષણ લઈ રહી હતી,છોકરી ની મોટી બહેન પણ આ સંસ્થામાં ભણતી હતી,તેમજ વિરોધી લોકોની મદદ ને કારણે સંસ્થા સામે સવાલ ઉઠાવી રહી છે.


સવાલ_છોકરી ને ક્યારે અને કઈ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી,તેમજ સિવિલ હોસ્પિટલ માં લઇ જવાની જરૂર કેમ પડી....?

જવાબ_છોકરી છોકરાને ફોન કરી વાત કરતી હતી ત્યારે કોઈ શિક્ષિકા જોઈ જતાં તેને ઠપકો આપ્યો તેમાં આખી ઘટના બનાવી હોય તેવું લાગે છે.તેમજ સિવિલમાં તેને કેમ લઈ જવામાં આવી એને આ ઘટના સાથે કોઈ સબંધ નથી.


સવાલ_ આપને બનાવની જાણ થતાં કોઈ સ્ટેટમેન્ટ લીધું છે છોકરી કે તેના પરિવાર નાં લોકોનું....?

જવાબ_હાં, અમે છોકરી ને ઘટના ને દિવસે નજીકમાં "બારેજ ડી" દવાખાને સારવાર બાદ સિવિલ હોસ્પિટલ અમદાવાદ લઇ ગયેલા ત્યારે અમે છોકરી નું બયાન લીધેલું પણ એમને એમાં કોઈ "સચ્ચાઈ" જણાઈ નહોતી,તેમજ છોકરી નું કેરેક્ટર અમને બરાબર લાગ્યું નહીં.અને કોઈ છોકરા સાથે તેનું "લફડું" હોવાની વાત પણ સામે આવી છે.ટુંકમાં અમને આખીય વાતમાં કોઈ વિરોધીઓ સંસ્થાને બદનામ કરવા પ્રયાસ કરતુ હોય તેવું લાગી રહ્યું છે,બીજું કંઈ છે નહીં આ વાતમાં...!!

સવાલ_પોલીસ તપાસ ને અંતે અને ઘટનાની શરૂઆત માં સ્વામી અને તમને કોઈ વિરોધીઓ નો હાથ હોય એવું લાગતું હોય તો આવા તત્વોને ક્યારે પકડવામાં આવશે અથવા સ્વામીએ કોઈના નામ આપ્યાં છે તમને....?

જવાબ_ (હસીને) નાં અત્યારે તો કોઈના નામ સ્વામીએ નથી આપ્યા પણ તમેજ સમજી જાવ કે કોઈ વિરોધીઓ હોય એટલે આવી વાતો બાહર આવે,બાકી તો કોણ હોય આવી જૂઠી જૂઠી કહાની બનાવા વાળું..

સવાલ_છોકરી ના માતપિતા નું શું માનવું અને કહેવું છે....?

જવાબ_એમનું પણ એજ કહેવું છે કે છોકરી નો વાંક હતો એટલે ઠપકો આપ્યો અને હવે છોકરી નાં પિતાનું કહેવું છે કે અમારી દીકરી ને થપ્પડ મારાનાર શિક્ષિકા ને સસ્પેન્ડ કરવામાં આવે,આવી જીદ કરનાર વ્યક્તિ ની જીદ અમે કઈ રીતે પૂરી કરી શકીએ, આવો કોઈ નિર્ણય કદાચ સંસ્થા કે સ્વામી લઈ શકે અમે કશું નાં કરી શકીએ...!


સવાલ_ તમને આખોય વાતમાં શું સત્ય લાગે છે અને તમારી તપાસ અત્યારે ક્યાં પહોંચી છે....?

જવાબ_અમને આખોય ઘટના ઉપજાવી કાઢેલી લાગે છે,તેમજ સ્વામી અને સંસ્થા વિરોધીઓ લોકોએ ભેગાં મળીને સ્વામી અને સંસ્થાને બદનામ કરવનાં ઇરાદે જ આવું બધું કર્યું હોય તેવું લાગે છે.અને અમારી તપાસ બિલકુલ પૂર્ણ થઈ છે.

------------------------------------------------------------------------

આખરે અમે ચર્ચાસ્પદ અને "સસ્પેન્સ" ઘટનાનો ભોગ બનનાર વિદ્યાર્થિની નાં ઘરે "વાંચ" ગયાં જ્યા અમારી મુલાકાત વિદ્યાર્થિની નાં પિતા સાથે થઈ જાણો તેમનું શું કહેવું છે.


સવાલ_ શું કહેવું છે એક દીકરીના પિતા તરીકે તમારું આખોય ચર્ચાતી ઘટના બાબતે.....?

જવાબ_(થોડો શ્વાસ લઈને) જુઓ તમ મીડિયા વાળા છેક અમારા ઘર સુધી આવ્યા,અમારા દુઃખમાં દુઃખી થયા આપનો ખુબ ખુબ આભાર,પણ મારી દીકરી આજે ઘટનાની પાંચ દિવસ પછી જીવિત છે ,ખાય છે,પીવે છે અને અમારી સાથે ધીરે ધીરે વાત કરતી થઈ છે એટલે ઈશ્વર નો આભાર.તેમજ આ જુઓ (દીવાલ સામે હાથ કરીને) અમારા ઘરમાંથી સ્વામિનારાયણ ધર્મના તમામ ફોટા કાઢી નાખ્યાં છે,અમે કંઠી પણ ઉતારી ફેંકી છે અને અમે દીવો પણ કરતા નથી અને હું આપને બે હાથ જોડીને કહું છું કે મારી દીકરી ને હું મારી નજર સામે ભણાવીશ પણ ત્યાતો ફરી વખત ક્યારેય મૂકવાનો નથી,અને પરાણે સ્કૂલ બસ અમારી દીકરી ને લેવા આવશે તો પણ અમે એને મોકલવાના નથી તે વાત ચોક્કસ છે,અમારે બીજું વધારે કઈ કહેવું નથી....!!





टिप्पणियाँ