ભાઈલાલ અમીન જનરલ 24/7 અદ્યતન સેવા આપતી હોસ્પિટલ...!!


બી.એ.જી.એચ. (બાઘ) વડોદરામાં અદ્યતન આરોગ્ય સંભાળ સુવિધાનું ઉદઘાટન કરે છે.

એલેમ્બિક પરિવારનું સમાજ ઉપયોગી વધુ એક પ્રદાન વડોદરાની જનતા માંટે ખુલ્લું મુકાયું...!

---------------------------------------------------
સ્પેશિયલ રિપોર્ટર
The Gujarat Report. Com
વડોદરા.



ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ (બી.એ.જી.એચ.બાઘ) એલેમ્બિક જુથ દ્વારા 1964 માં શરૂ કરવામાં આવેલ અને તે આજે વડોદરામાં સૌથી વધુ સર્વગ્રાહી તમામ-સેવાયુક્ત તબીબી સુવિધા છે. તે વડોદરા અને રાજસ્થાન સહિત મધ્ય પ્રદેશના પાડોશી જિલ્લાઓનાં નાગરીકોને પાંચ દશકા કરતાં પણ વધુ સમયથી પોતાના વિશ્વાસ અને ઉત્કૃષ્ટતા (પ્રીમિયમ) નાં લક્ષ્ય સાથે શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડી રહેલ છે.


હોસ્પિટલ ચાવીરૂપ સુપર-સ્પેસિયાલિટી અને કિડની પ્રત્યારોપણ પ્રોગ્રામ્સ સહિત 25 થી વધુ વિશેષજ્ઞતાઓ (સ્પેસિયાલિટી) ધરાવે છે અને તે એક જ છત હેઠળ પોતાની વ્યાવસાયિક સેવાઓ પૂરા પાડતા 150 થી વધુ વરિષ્ઠ ક્લિનિકલ કન્સલ્ટન્ટ્સ સાથે સહયોગી (જોડાયેલ) છે. બી.એ.જી.એચ. હકારાત્મક સારવાર અને ઉર્જા પ્રવાહ માટે હરિયાળા લેંડસ્કેપ અને કુદરતી સૂર્યપ્રકાશ સાથેની વિસ્તૃત બારીઓ સાથેનું ઉત્સાહપ્રેરક પર્યાવરણ જાળવે છે. તેના 55 માં વર્ષના ઉંબરે, ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ દર્દીના આરોગ્ય અને સૌથી અદ્યતન આરોગ્ય સંભાળ સુવિધા પ્રત્યે પ્રતિબદ્ધ રહે છે. આ સુવિધા સર્વગ્રાહી તબીબી સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ સુવિધા હશે અને ભારતમાં આ પ્રકારની સુવિધાઓ માત્ર આંગળીના વેઢે ગણાય એટલી છે. નવી સુવિધા નીચેની સગવડોથી સજ્જ છે:
  1. તાત્કાલિક નૈદાનિક સપોર્ટ અને દર્દી સ્થિરતા (સ્ટેબિલીઝેશન)  માટે સમર્પિત ટ્રાઇએજ અને અવલોકન હેઠળનાં આઈસીયુ બેડ્સ સાથેનું સ્ટેટ ઓફ ધ આર્ટ અકસ્માત અને ટ્રોમા સેન્ટર.

  2. જર્મનીનાં વિશેષજ્ઞો દ્વારા આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની રચના વાળું પોતાના પ્રકારનું પ્રથમ એવું મોડ્યુલર ઓપરેશન થિયેટર સંકૂલ. આ શસ્ત્રક્રિયા ચેપ નિયંત્રણ અને સીમલેસ શસ્ત્રક્રિયા અનુભવમાં એક નવું ધોરણ પ્રસ્થાપિત કરશે.
  3. સુગ્રથિત ક્રીટીકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ જે સાચી નિર્ણાયક સંભાળ માટે  અને નિર્ણાયક રીતે બીમાર દર્દીઓ માટે ચેપ અનુશ્રવણ (મોનિટરિંગ) નિયંત્રણ માટે ક્યુબીકલ ડીઝાઈન સાથેનાં છે.
  4. ડિજિટલ રીતે જોડાયેલ ઇન-પેશન્ટ રૂમો આરામદાયક રોકાણ માટે વિશાળ સુવિધા અને કુદરતી પ્રકાશ પૂરા પાડે છે.
  5. સુરક્ષિત શસ્ત્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર હોસ્પિટલને સ્વીડિશ વિશેષજ્ઞ ગેન્ટીન્જ દ્વારા ડિઝાઇન થયેલ કેન્દ્રિય સ્ટરાઈલ પુરવઠો


હોસ્પિટલ દર્દીઓની દિવસ અને રાત્રિના કોઈ પણ સમયે કોઈ પણ તબીબી અને શસ્ત્રક્રિયા વિષયક જરૂરિયાતોમાં ઈલાજ અને રાહત માટેનું પ્રથમ કેન્દ્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે. બી.એ.જી.એચ. ખાતેની સુપર-સ્પેસિયાલિસ્ટોની અનુભવી ટીમ તેમ જ  શહેરનાં તબીબી સમુદાયમાથી વરિષ્ઠ કન્સલ્ટન્ટ્સ બી.એ.જી.એચ. પરિવારનાં નવા સાહસ સાથે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. આ ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલને વડોદરા શહેર અને ગુજરાત રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરની મલ્ટી અનુભવી સુપર-સ્પેસિયાલિટી આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડતી સૌથી વધુ આધુનિક આરોગ્ય સંભાળ સુવિધા બનાવશે.11 ઓગષ્ટ, રવિવારનાં રોજ સવારે 11.00 વાગ્યે ઉદઘાટન થનાર ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલનાં નવા એડવાન્સ ટ્રોમા સેન્ટર, ન્યુ એજ એડવાન્સ ક્રીટીકલ કેર યુનિટ અને નવા ઓપરેશન થિયેટરને લોકો માંટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

टिप्पणियाँ