વડોદરામાં મુખ્યમંત્રી વિજપ રૂપાણીનું પૂતળું કેમ બાળવામાં આવ્યું....?

વડોદરાની જનતા રાજયમંત્રી "કાકા" અને સાંસદ "બેન" બન્ને માંથી ભરોસો કોનો કરવો તેની મૂંઝવણમાં..!!! 





સાંસદ રંજનબેન ભટ્ટના વિસ્તારના લોકોએ મુખ્યમંત્રીનું પૂતળું બાળ્યું...!!


લોકોએ મુખ્યમંત્રી અને સાંસદ રંજનબેન ભટ્ટ વિરુધ્ધ બળાપો કાઢ્યો...!!


રાજયમંત્રી યોગેશ પટેલ "કાકા"એ ક્યાં ગેરકાયદેસર ના દબાણો હટાવાનું વચન આપ્યું....?


વડોદરાનાં બીજી વખત ચૂંટાયેલાં સાંસદ રંજનબેન ભટ્ટના વિસ્તારના લોકોએ મુખ્યમંત્રીનું પૂતળું કેમ બાળવું પડ્યું....!!?

-------------------------------------------------------------------
સ્પેશિયલ રિપોર્ટર

The Gujarat Report. Com

વડોદરા.



વડોદરાનાં ન્યુ સમાં વિસ્તારનાં સ્થાનિક રહીશો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના પૂતળાનું જાહેરમાં દહન કરવાનો કાર્યક્રમ યોજાયો,પૂતળું પણ દહન થયું,સુત્રોચાર પણ થયાં અને સ્થાનિકો દ્વારા સરકારના આદેશથી અને વડોદરા ભાજપી નેતાઓ દ્વારા પૂરગ્રસ્ત લોકોને થયેલી અસરને હવે અચાનક મદદે  નીકળેલાં નેતાઓ અને તેમની સિસ્ટમ સામે રોષ ઠાલવતાં લોકોનું કહેવું છે કે અતિ ગરીબ અને મધ્યમ બન્ને વર્ગને જો સરખું નુકશાન થયું હોય તો સહાય ફક્ત એકજ લોકોને અને મધ્યમ લોકોને કશું આપવાનું નહીં એવો કેવો ન્યાય....?
અને એવી કેવી વ્યવસ્થા...?


તેમજ જ્યારે રાજયમંત્રી યોગેશ પટેલ દ્વારા ગેરકાયદે દબાણોને કારણે વડોદરામાં દર વરસાદી સીઝનમાં વિશ્વામિત્રી નદીમાં પુર સંકટ સર્જાતાં ભયનો માહોલ ઉભો થાય છે તેનાં માટેનાં વિશ્વામિત્રી નદી ઉપરના તમામ દબાણો હટાવાશે એવી "ઠાલી" દિલસોજી આપવામાં આવી રહી છે જ્યારે બીજી તરફ વિશ્વામિત્રી નદી ઉપરના ગેરકાયદેસર ના દબાણ બાબતે સમગ્ર મામલે ખુદ વડોદરા સાંસદ ચુપકીદી સેવીને બેઠાં હોય ત્યારે જનતા બિચ્ચારી "ફૂટબોલ"ની માફક દરેક આકસ્મિક તકલીફો વચ્ચે આમતેમ ઉછળતી હોય તો લોકોમાં દેખાતો રોષ જનતા ઠાલવે તો ક્યાં ઠાલવી શકે જ્યારે સત્તાધીશો ફક્ત ઠાલા વચનો આપી રહયાં છે એવું લાગતું હોય ત્યારે....!!



મધ્યમ વર્ગના લોકોને "કેશડોલ્સ" ન આપવી હોય તો કશો વાંધો નહીં પણ એવી વ્યવસ્થા કરી આપો જેને લઈને ન્યુ સમાં વિસ્તારની અનેક સોસાયટીઓઆ આવેલાં હજારો ઘરના લાખો લોકો હવે ફરિવખત વરસાદી પાણીનો કારણે પરેશાન ન થાય અને પરતાપપુર તળાવ ને ઊંડું કરી તેમજ વિશ્વામિત્રી નદીના પાણી શહેરના લોકોને હવે પછી બાનમાં ન લે તેવું કરી આપવું જોઈએ એવું કહીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના પૂતળાને સળગાવ્યું હતું...!!



વડોદરામાં વરસાદી તબાહી બાદ હવે પોતપોતાનાં ઘર માંથી બહાર નીકળેલાં વડોદરા ભાજપા ના નેતાઓ અને તેમની સેવકાર્યોથી ઉગતી વડોદરા શહેરની સવાર અને છેક ઢળતી સાંજ સુધી ચાલતાં આ અસરગ્રસ્ત લોકોને સરકારી ચોપડે કહેવાતી "કરોડોની" સહાયની સરવાણી અવિરત પણે વહી રહી છે ત્યારે અનેક મવા નવા પ્રસંગો પણ બનતાં જાય છે...!



એક તરફ પુર સમયે ડોકિયું પણ નહીં કાઢનારા ભાજપી નેતાઓ હવે લોકોને ઘરે ઘરે જઈને કેશડોલ્સ આપી રહયાં છે તેમાં પણ જોઈએ તો એકબીજા ને અંદરોઅંદર પાડી દેવાની જાણે "હોડ" લાગી હોય તેમ વડોદરાની સમજદાર જનતાને વ્હાલાં થવાની અને સિનિયર પેલાં જુનિયરને અને જુનિયર જાણે સિનિયર નેતા ને "બીટ" કરીને બધી વાહવાહી એકલાં લઈ લેવાની તો હરીફાઈ લાગી હોય તેવું વાતાવરણ જોવાં મળી રહયું છે,



એમાં આ બીજી વખત ભારે બહુમતીથી (છ લાખ મતોથી) ચૂંટાયેલા બીજી ટર્મના સાંસદ એવા રંજનબેન ભટ્ટનાં સંસદીય વિસ્તારના લોકો જ્યારે ગુજરાત રાજ્યનાં "અતિભોળા" અને લોકોનું હિત ઇચ્છવા વાળા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પૂતળાનું જાહેર રસ્તે દહન કરે એ કેટલી શરમજનક બાબત કહેવાય...?



અને એતો ખુદ મુખ્યમંત્રી પોતે સ્વયમ જ સમજી શકે અને એમનાંથી કદાચ વધારે બીજું કોઈ સમજી શકે તો એ છ લાખ મતોથી હરખભેર બીજી વખત વડોદરા લોકસભાની બેઠક ઉપર રંગેચંગે જીતી બેઠેલાં "બેનશ્રી" એટલે કે રંજનબેન.ભટ્ટ સાંસદ પોતે  સમજી શકે....!!

બાકી આખીય ઘટના અન્ય કોઈની સમજની બહારની છે તે હકીકત વડોદરાની જનતા સિવાય કોઈ ન જાણી શકે એ સત્ય વડોદરા શહેરમાં હસતાં હસતાં સૌકોઈ સ્વીકારી રહ્યું છે....!!

टिप्पणियाँ