નારોલમાં CBD પત્રકારોનો ત્રાસ...!!

પ્રિન્સ ઉર્ફે રજનીશ અને મદનલાલ જૈન કોણ છે...? 

સમાજ માંટે તેઓ કેવીરીતે ઉપયોગી પત્રકારત્વ કરે છે....?

મીડિયાના નામે લાખો રૂપિયા ઉઘરાવતાં C B D ઓને કોનો સપોર્ટ મળેછે...?

સમાચારનું જ્ઞાન વગર મીડિયાને બદનામ કરતાં "બંડલ" કરતબ બાજ...!!

-------------------------------------------------------------------
સ્પેશિયલ રિપોર્ટ
The Gujarat Report. Com
અમદાવાદ.



પાંચ લાખ માંગ્યા હોવાની પોલીસ ફરિયાદ થતાં નારોલ વિસ્તારમાં બિલાડી ની ટોપ માફક ઊગી નીકળેલાં "પ્રિન્સ" અને તેનાં જેવા કેટલાંય બિનઅનુભવી "તોડબાજો" ઉપર પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરશે....?


મીડિયાને બદનામ કરનાર આવા તત્વોને તાત્કાલિક ધોરણે અટકાવામાં નહીં આવે તો ફક્ત ન્યુઝ અને બાતમીની બીક બતાડીને લોકો પાસેથી "સેટિંગ" કરનાર કરતબ બાજોને કારણે મુખ્ય મીડિયા છેલ્લાં કેટલાંક સમયથી બદનામ થઈ રહયું છે...!


આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પોતાની "વેબ પોર્ટલ" રોયલ ગુજરાત નામની ડિજિટલ ન્યુઝ સાઇટ ચલાવનાર "પ્રિન્સ" નામનાં શખ્સ સામે રૂપિયા પાંચ લાખની "ખંડણી" ની માફક ન્યુઝ ના નામે રૂપિયાની ઉઘરાણી કરનારને પોલીસ નારોલ પોલીસમાં ફરિયાદી ની ફરિયાદને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

શહેરના ઇશનપુર વિસ્તારમાં રહેતાં વેપારીએ કોઈ તોડબાજ "પ્રિન્સ" દ્વારા નારોલમાં ન્યુઝ વેબ પોર્ટલ ચલાવનાર પત્રકાર નાં નામે સમાજમાં એક જવાબદાર ભૂમિકા અદા કરનાર મીડિયાને બદનામ કરતો કિસ્સો સામે ત્યારે આવ્યો જ્યારે "રોયલ ન્યુઝ વેબ પોર્ટલ" નાં નામે સોશિયલ ન્યુઝ લિંક ચલાવનાર શખ્સ દ્વારા એક વેપારી પાસેથી તેનો વિડીયો ચલાવાનો અને નહીં ચલાવાનો એવું કહીને રૂપિયા પાંચ લાખ માંગ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી.

સમગ્ર મામલે હાલ નારોલ પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવ્યું છે,સુત્રોની માનવામાં આવે તો આવા પ્રકારના કેટલાય C B D (ચડ્ડી બાનીયાન ધારી) તોડબાજો નો જાણે નારોલ વિસ્તારમાં રાફડો ફાટ્યો હોવાની ફરિયાદ કેટલાંક સ્થાનિક વેપારીઓ અને સ્થાનિક રહીશો દ્વારા અમદાવાદ પોલીસ કમિશ્નર અને ગાંધીનગર DGP શિવાનંદ ઝા સાહેબ સુધી કરવામાં આવી હોવાનું જાણવાં મળેછે જેને લઈને DGP સાહેબ કડક હાથે તપાસ આદરીને કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે....!!

ઇશનપુરના વેપારી રાજેશ થાનાજી સોનીની ફરિયાદને આધારે "રોયલ ગુજરાત" ન્યુઝ પોર્ટલનાં કોઈ "પ્રિન્સ" નામનાં અને પોતાને "પત્રકાર" તરીકે ઓળખાવતાં વ્યક્તિ વિરુદ્ધ મકાન બાંધકામ ને લઈને કોઈ મદન જૈન બાબતે રૂપિયા પાંચ લાખ ની ખંડણી માંગી હોવાની ફરિયાદ કરવામાં આવતાં તપાસ શરૂ કરવામાં આવી છે.

टिप्पणियाँ