પોલીસ કર્મચારીએ બે કુંવાસી ઓને ખભે બેસાડીને પુર માંથી બચાવી....!!






ટંકારનાં એ બહાદુર પોલીસ જવાન કોણ છે....?


મોરબી જિલ્લાનાં ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં બહાદુર "બાપુ" ને સૌ કોઈની સલામ...!

-------------------------------------------------------------------
સ્પેશિયલ રિપોર્ટર

The Gujarat Report. Com

ટંકારા

મોરબી.



રાજ્યમાં સર્વાધિક વરસાદ ક્યાંક ખુશી અને ક્યાંક તારાજી સર્જી રહ્યોં છે,વાત છે મોરબી જિલ્લાનાં ટંકારા ગામની.છેલ્લાં છત્રીસ કલાકથી વરસી રહેલાં વરસાદને કારણે પાણી ચોતરફ ફરી વળ્યાં છે.ગામ,ખેતર અને સીમ પાણી પાણી થઈ ગયાં છે.લોકો પોતાનાં જીવ બચાવી ઘર છોડી ઉચાણ વાળી અને સલામત જગ્યાઓ ઉપર પહોંચી રહયાં છે ત્યારે મોરબી જિલ્લાનાં ટંકારા ગામનો એક ભાવનાત્મક વિડીયો વાયરલ થયો છે જેમાં ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પૃથ્વીરાજ જાડેજા નો છે,જેમણે ટંકારા ગામમાં ધસમસતા વરસાદી પાણીમાં ફસાયેલી બે માસૂમ દીકરી ઓને પોતાનાં ખભા ઉપર ઊંચકીને પાણી માંથી બચાવી લીધી હતી ત્યારનો છે.



વડોદરામાં મેઘતાંડવઃ સમયે એક માસૂમ ને પ્લાસ્ટિક ના ટબમાં માથા ઉપર લઈને બચાવી સલામત સ્થળે પહોચાડ્યું હતું ત્યારે હાજર સૌ કોઈ આ વડોદરાનાં પોલીસ જવાનની વાહ વાહ પોકારી ઊઠ્યાં હતાં,સમાજમાં સૌથી કઠોર હૃદયના જેને સમજવામાં આવે છે અને પોતાની જવાબદારી મુજબ કઠોરતાં પણ સ્વાભાવિક પણે રાખતી પોલીસ સમય પડ્યે પોતાની માનવતાં મહેકી ઉઠે એવાં સમાજ ઉપયોગી કર્યો કરવામાં પણ પાછીપાની નથી કરતી તેનાં ઉત્તમ ઉદાહરણો આવી ઘટનાઓ ઉપરથી સમજી શકાય છે...!



ગુજરાત રાજ્યમાં શરૂ થયેલું ચોમાસુ પાણી સાથે તારાજી અને પરેશાની પણ એટલીજ લાવ્યું છે જેટલી માત્રામાં વરસાદ વર્ષયો છે.આવી પરિસ્થિતિમાં આ વખતે NDRF અને ફાઉરબ્રિગેડની ટીમો સાથે રાજ્યનાં બાહોશ પોલીસ કર્મીઓ ખૂબ પ્રશંસનીય કામગીરી બજાવી રહયાં છે.કદાચ એટલેજ રાજ્યની જનતાના દિલમાં આ વખતે પોલીસ જવાનો માટેની ઈજ્જત ખૂબ વધી ગઈ છે...!

ગુજરાત રાજ્યમાં આ વખતનું ચોમાસુ મોડું થયું હોવાની ચર્ચા કરતાં લોકો આજકાલ વરસાદ બંધ થાય એવી પ્રાર્થનાઓ કરી રહયાં છે,જ્યાં જુઓ ત્યાં પાણી પાણી અને ચોતરફ પાણી.નદી,નાળા, ડેમ,તળાવો,કુવા સમેત તમામ ભૂગર્ભ જળાશયો પાણીથી  છલકાઈ ગયાં, રાજ્યમાં સાર્વત્રિક સંતોષ કારક વરસાદ જોઈને રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ "રાજ્યમાં એંસી ટકા જેટલો વરસાદ આવી ગયો" એવું એલાન પણ કરી દીધું છે...!!

આવા વરસાદને કારણે રાજયમાં ઘણી જગ્યાએ તારાજી અને તંત્ર સામે નારાજગી પણ સર્જી દીધી છે.ગુજરાતમાં મધ્ય,દક્ષિણ ઉત્તર અને સૌરાષ્ટ્ર સમેત તમામ જગ્યાએ લગભગ વરસાદનો સ્ટોક પૂરતો વરસી ગયો હોવાની ચર્ચા થઈ રહી છે...!!

टिप्पणियाँ