મોબાઈલ "પ્રેમ"વાળી મમ્મીઓ સમજી જજો....!!

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો લોકોની આંખ ઉઘાડી શકશે....?




બાળકો માઁ-બાપનાં મોબાઈલ પ્રેમથી કંટાળી રહયાં છે....!!?


ભલે ભોળપણમાં પણ આ બાળક પોતાની મનોદશા વર્ણવી રહયું છે...!!


આજકાલ પોતાની તમામ ફરજો ભૂલીને મોબાઈલનું ગાંડપણ લોકોનાં પરિવાર તોડી રહયું છે...!!

-------------------------------------------------------------------
સ્પેશિયલ રિપોર્ટર

The Gujarat Report. Com

અમદાવાદ.



ગુજરાતની કહેવાતી સાડા છ કરોડની વસ્તી પાસે લગભગ દસ કરોડ જેટલાં મોબાઈલ ફોન તો હશેજ અને કદાચ વધારે હોય તોય નવાઈ નહીં, એ તમામ ફોન નેટ કનેક્ટિવિટી પણ ધરાવતાં હશે,ત્યારે સવાલ એ થાય કે દિવસ દરમ્યાન એક GB નેટનો ઉપયોગ સાથે સાથે નિકટના અન્યો પાસેથી "હોટસ્પોટ" દ્વારા વધારાનું નેટ લેવાનું અને કરવાનું શું....?
ફક્ત ફાલતુ મજા અને મસ્તી...!!?



કદાચ એટલે જ આ બાળક "મોબાઈલ અને મમ્મી" વિશે પોતાની મનોદશા ગાઈ રહ્યો છે, ભલે મજાક મજાકમાં પણ આ માસૂમ બાળક હાલની પરિસ્થિતિ ની વરવી વાસ્તવિકતા કહીં રહ્યો છે ,

કદાચ આ લાગણી આપનું બાળક પણ નહીં અનુભવતું હોય તેની શુ ખાત્રી,અને કદાચ એવું હોય તો આજેજ નિર્ણય કરવો જોઈએ અને એ માંટે સૌએ સાથે મળીને સંકલ્પ કરીએ અને આ યાંત્રિક દુશ્મન "મોબાઈલ" માવતર ને "કમાવતર" કરી જાય તેનાં પહેલાં જાગી જઈએ...!!


કોઈએ ક્યારેય પોતાનાં મોબાઈલ નેટનો ખરો ઉપયોગ કરીને કોઈ જીવન ઉપયોગી કામ કર્યું હોય તેવો કોઈ દાખલો કે ઉદાહરણ દેખાડો,અહીં "પ્રોફેશનલ" લોકોની વાત નથી એ લોકોતો પોતાનાં પ્રોફેશન માંટે નેટનો ઉપયોગ કરેછે એ સમજાય તેવી બાબત છે પણ જે લોકો ખોટા ખર્ચ કરી કરીને "નિતનવા" મોબાઈલ ગજવામાં ઘાલી ઘાલી ને લઈ હાલ્યાં છે આ  ચર્ચા એવાં" ફાલતું" લોકો માંટે ની છે...!



જીહાં, જ્યારે નવરા પડીએ અથવા મોબાઈલ હાથમાં છે એટલે નવરા જ હોઈએ એવું જીવન જીવતાં "મોબાઈલ મનુષ્યો" નો જાણે આખો યુગ ચાલી રહ્યોં છે,એકબીજાની કોપી કરવી અને મતલબ વગરના મેસેજ ફોરવર્ડ કરવાં સિવાય કોઈ કામગીરી જ નહોય એમ રચ્યાં ને પચ્યાં રહેતા નેટ ના "નટ-બજાણીયા" ઓએ હવે સુધરવાનો અને આંખ ખોલવાનો સમય આવી ગયો છે, કારણ કે અન્ય કોઈ નહીં પણ તમારું સંતાન તમારા આ મોબાઈલ "પ્રેમ"ને કારણે તનો મોબાઈલ "ફોબિયા" વધી રહ્યો છે,અને એ તમારાથી ધીરે ધીરે ક્યાંક અળગું થઈ રહ્યું છે , તમારા વિશે તેનાં મન-મંદિરમાં "ધિક્કાર"ની ભાવનાં જાગી રહી છે માંટે હવેતો જાગો અક્કલના "ઓથમીરો"...!!





આવા માસૂમ બાળકો તમારી તમામ હરક્તથી વાકેફ હોય છે, એ લોકોનું સંપૂર્ણ ધ્યાન તમારા ઉપરજ હોય છે. કારણ કે એ સભાન પરિસ્થિતિ માંજ છે જ્યારે તમે મોબાઈલ ફોન હાથમાં લઈને "બેશુદ્ધ" બેભાન બની ગયાં છો...!!

તમામ પરિવારમાં આજે મોબાઈલ ફોન અને તેનું "ગાંડપણ" એટલી હદે વધી રહયું છે કે જેની કોઈ લિમિટ નથી રહીં, જ્યાં જુઓ જેને જુઓ
ઘર,
ઓફિસ,
બસ,
ટ્રેન,
ચાલતાં,
બેસતાં,
મોલમાં,
માર્કેટમાં,
મંદિરમાં,
અને સૌથી ખરાબ પોતાનાં ઘર અને પરિવાર વચ્ચે આવ્યાં પછી પણ મોબાઈલ લઈને એકલાં થઈ જવાનું....!!



"વસુદેવ કુટુમ્બકમ" ની ભાવનાં "મોબાઇલમ કુટુમ્બ" બની રહી છે,જેને કારણે દરેક પરિવારમાં તાણ-તણાવ અને ઝઘડા તેમજ ડિવોર્સના કિસ્સાઓ વધી રહયાં છે,જાણે અચાનક બસ એક મોબાઈલ આખી સામાજિક સોસાયટી ને ભરખી ગયો હોય તેવું લાગી નહીં પણ અનુભવાઈ રહયું છે....!!

આ માસૂમ બાળકની ટચૂકડી અને સ્વયમ રચિત કવિતા આંખ-નાક -અને કાન ખોલવા માંટે પૂરતી છે. જો હજુ સમજવાની અને જાગવાની ઈચ્છા હોય તો બાકી તો જેમ ચાલેછે એમાં વધારો થશે અટકશે તો નહીં જ....!!

टिप्पणियाँ