તંત્ર લાચાર...!!

વિશ્વામિત્રી ની સપાટી ત્રીસે પહુચી....!!

શહેરનાં છ બ્રિજ બન્ધ કરવાની ફરજ પડી...!


દબાણો વડોદરાનું કેટલું નુકશાન કરશે...?

વરસતાં વરસાદમાં કલેકટરે આજવા ડેમ નું નિરીક્ષણ કરી ટેક્નિકલ જાણકારી મેળવી હતી...!

મેયરશ્રી પણ સાથે ગયા હતાં પણ એ લોકોની લાગણી સામે સ્થાનિક બિલ્ડર ની પહોંચ ખૂબ મજબૂત લાગે છે....!!

ગેરકાયદેસર નાં દબાણ કરનાર "અગોરા" બીલ્ડર્સની પહોંચ છેક ઉપર સુધી....? 

(ગેરકાયદેસર દબાણ-ભાગ-૩)

-------------------------------------------------------------------
સ્પેશિયલ રિપોર્ટ

The Gujarat Report. Com

વડોદરા.



"પાડા નાં વાંકે પખાલી ને ડામ" જેવી હાલત ગુજરાતની ભાજપ સરકારની શરૂઆત સમયની નિશ્ચિન્ત બેઠક અને ભાજપાનો કહેવાતો ગઢ એટલે સંસ્કારી નગરી વડોદરા જેને રાજે સયાજીરાવ ગાયકવાડે દિલ થી વસાવ્યું છે એ વડોદરા અને "રેઢી" પડેલી વિશ્વામિત્રી નદી ઉપરની જમીનો માથે કોઈ રોકટોક કે સેહ શરમ વગર પોતાનાં "મની પાવરનો" સદ ઉપયોગ કરીને સત્તાધીશોને પોતાનાં ગજવામાં ઘાલી હજારો વિઘામાં દબાણો કરનાર સ્થાનિક બિલ્ડર જાણે પોતાનાં દબાણો દ્વારા ગાયકવાડની આ સંસ્કારી નગરીનો સફાયો કરીને જ જંપશે કે શું તેવું હાલની પુરગ્રસ્ત પરિસ્થિતિ જોતાં વડોદરાનાં લોકો બીચ્ચારા વિચારી રહયાં છે.નીચાણવાળા વિસ્તારો સમેત તમામ શહેરીજનો ના જીવ પડીકે બંધાયા છે ત્યારે VMC પાસે પુરી અને સત્ય જાણકારી નહીં હોય તેવું કેવીરીતે માની શકાય...?
પણ મેયરશ્રી અને નવા નવા ઇન્ચાર્જ મ્યુ કમિશનર અને કલેકટરશ્રી વરસતાં વરસાદે પાણીની ભૌગોલિક અને ટેકનિકલી જાણકારી મેળવી શું કરી શકવાના છે એ પણ સૌ કોઈ જાણે તો છેજ પણ "બિલાડી ના ગળે ઘંટ કોણ પહેલાં બાંધશે" જેવી પરિસ્થિતિ જોવા મળે છે....!!

નિચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોનું કરાયુ સ્થળાંતર

ધીમી ધારે વરસી રહેલાં વરસાદને કારણે મોડી રાત્રે વડોદરા શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ 30 ફૂટની સપાટી વટાવી દીધી હતી.વિશ્વામિત્રી ની ભયજનક સ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને "ગેરકાયદેસર"નું દબાણ કરનાર બિલ્ડર્સ નાં દબાણો ક્યાંક વડોદરા શહેરમાં વિનાશ ન નોતરે તે માટે તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદી પર આવેલા તમામ છ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરી દીધા હોવાનું જાણવા મળે છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વામિત્રી નદીનું જળસ્તર હજુ પણ વધે તેવી શક્યતા છે. જોકે, મોડી રાત્રે ફરી પોલીસે કાલાઘોડા બ્રિજ ખુલ્લો કર્યો હતો. પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા હોવાનું પણ જાણવા મળે છે. તકેદારી માટે અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા...!!

વિશ્વામિત્રી ની જળ સપાટી ભયજનક લેવલે પહોંચતા શહેરને જોડતાં તમામ બ્રિજ બન્ધ કરવાની ફરજ પડી....?

શનિવારે સવારથી વડોદરામાં નોંધપાત્ર વરસાદ પડ્યો ન હતો તેમ છતાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતી યથાવત્ રહી હતી. ભયજનક સપાટી વટાવીને વિશ્વામિત્રી સાંજે સાત વાગ્યા બાદ ૨૯ ફૂટે પહોચી હતી. બીજી તરફ આજવા સરોવરની સપાટી પણ ૨૧૨.૫૫ ફૂટ હતી. તેમાંથી તથા પ્રતાપપુરા સરોવરમાંથી આજે દિવસ દરમિયાન ૮૪૨૭ ક્યુસેક પાણી છોડાયુ હતુ. આજવાની સપાટીમાં પણ કોઇ જ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો ન હતો.
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આજવા ડેમના કેચમેન્ટ વિસ્તાર તથા વડોદરા શહેરમાં આજે સવારથી વરસાદ નથી. હાલ આજવાની સપાટી રવિવારે 212.10 ફૂટ થઇ છે. પ્રતાપપુરા સરોવરની સપાટી ૨૨૮.૨૦ ફૂટ થઇ છે. આજવા અને પ્રતાપપુરા સરોવરમાંથી અત્યારે ૮૪૨૭ ક્યૂસેક પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે. આજવાના આ ઓવરફ્લોને કારણે વિશ્વામિત્રી નદીની સપાટી વધી રહી છે. જેની પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે. શહેરની સ્થિતિ અત્યારે કંટ્રોલમાં છે. લોકોએ ગભરાવવાની જરૂર નથી અને કોઇ અફવા પર ધ્યાન આપવાની જરૂર નથી. જે વિસ્તારો અસરગ્રસ્ત છે તે વિસ્તારોમાં અમારી ટીમો કાર્યરત છે. જ્યાં જરૂર જણાય ત્યાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

વડસર વિસ્તારમાં ફરીથી પ્રવેશ્યા પૂરના પાણી

વિશ્વામિત્રી નદીમાં પૂરને પગલે પરશુરામ ભઠ્ઠા, પેન્શનપુરા, જલારામનગર, નવીનગરી સહિતના કાંઠા વિસ્તારના ૧૧૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં શુક્રવારે રાતથી પાણી ભરાવવાનું શરૂ થયું હતું. શનિવારે વહેલી સવારે સમા-સાવલી રોડ પર સિદ્ધાર્થ બંગ્લોઝ, જલારામનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના નિચાણવાળા વિસ્તારોમાં સાઇરન વગાડી એલર્ટ કરાયા હતા.

આજ સવારનાં સરકારી આંકડા મુજબ નદીની સપાટીમાં વધારો થતાં અલકાપુરી, દિનેશમીલ તથા પ્રીય લક્ષ્મી મીલના નાળામાં પાણી ભરાતાં વાહન વ્યવહારની અવર જવર બંધ કરાવવામાં આવી હતી. જો કે, શહેરના મોટાભાગમાં જનજીવન સામાન્ય જણાતુ હતુ.
આજવા સરોવરના કેચમેન્ટ વિસ્તાર કે ઉપરવાસમાં શનિવારે વહેલી સવારથી કોઇ જ નોંધપાત્ર વરસાદ નહી હોવા છતાં તેની સપાટીમાં સતત વધારો થતો હતો. તેમાંથી ઓવરફ્લો થતુ પાણી વિશ્વામિત્રી નદીમાં આવતુ હોવાના કારણે સ્થિતી વધુ કફોડી બની રહી હતી. રાત્રે નદીની સપાટી ૨૯ વટાવી દીધી હતી.ત્યારે ન છૂટકે મેયર ડો. જીગીશાબેન શેઠ તથા કલેક્ટર શાલિની અગ્રવાલ ટીમ સાથે આજવાની મુલાકાત લીધી હતી.
(પાણીનું વધતું સ્તર)

Ajwa

Date Time Level (Feet)

11/08/19 08:00 212.10

11/08/19 07:00 212.10
11/08/19 06:30 212.15

(Viswamitri)

Date Time Level (Feet)
11/08/19 08:00 30.25
11/08/19 07:00 30.25
11/08/19 06:30 30.25

टिप्पणियाँ