વિશ્વામિત્રી ઉપરનાં દબાણોને લીધે શહેરમાં ફરિવળતાં પાણી રોકવાની જવાબદારી કોની...?


                          (VMC દ્વારા એલાન)

વડોદરાનાં "લાડકા" સાંસદ રંજનબેન ભટ્ટની...?

VMC મેયરશ્રી ની....?

ભાજપા મંત્રી યોગેશ.પટેલ "કાકા"ની...?

કે પછી

વડોદરા ઇન્ચાર્જ મ્યુ કમિશ્નર અને જિલ્લા કલેકટરશ્રી ની...?

વડોદરાની જનતાના મનમાં ઉઠેલો સવાલ....!!



વડોદરા ઉપર વરસાદી ભય યથાવત...?

વિશ્વામિત્રીનું લેવલ પળ પળ વધી રહયું છે...!! 

ઇન્ચાર્જ મ્યુ કમિશ્નર અને વડોદરા કલેકટર શ્રીની મૂંઝવણમાં વધારો....!?


(ગેરકાયદેસર દબાણો ભાગ -પહેલો)

-------------------------------------------------------------------
સ્પેશિયલ રિપોર્ટર

The Gujarat Report. Com

વડોદરા.



વડોદરામાં ધીમી ધારે પડી રહેલાં વરસાદને લઈને આજવા ડેમ અને વિશ્વામિત્રી નદીની જળ સપાટીનાં  સરકારી આંકડા જોઈએ તો છેલ્લે પાંચ વાગ્યા સુધીમાં આજવા ડેમની સપાટી 211 ને પર કરી ગઈ હતી,  વડોદરામાં ભારે વરસાદની આગાહી જ્યારે કલેકટરશ્રી દ્વારા વડોદરા "વાસીઓ" વિશે કરાયેલી ચિંતા શું વડોદરાની દરેક શાળાનાં ભૂલકાઓ માંટે નહતી કે આજે અચાનક તમામ શાળાઓ ને વહેલી છોડી દેવાનું ફરમાન જાહેર કરી શહેરીજનો વચ્ચે ભય નો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો....?

આજવાના દરવાજા ક્યારેય ખોલવા કે બંધ કરવામાં આવતા નથી.આજવાના દરવાજા આ મોસમમાં 211 ફૂટે રાખવામાં આવ્યા છે.સપાટી એનાથી વધે એટલે પાણી છલકાય અને વિશ્વામિત્રીમાં આવે.અત્યારે એ જ પરિસ્થિતિ છે.અત્યારે આજવામાં 212 ફૂટ કરતા વધુ પાણી છે એટલે આપોઆપ વિશ્વામિત્રીમાં પાણી છૂટી રહ્યું છે
@5:00 pm ,
Ajwa lvl=212.70ft
Vishwamitri lvl=17.90

મુજબનું લેવલ આગળ વધી રહ્યું છે ત્યારે VMC તંત્ર હાથ ઉપર હાથ રાખીને "રામ ભરોસે" વડોદરાની જનતાની હાલત ચૂપ ચાપ જોઈ રહયું છે...!!?

એક તરફ વરસાદને લીધે ત્રસ્ત વડોદરાની જનતાને આશ્વાસન આપવા આવેલાં રાજ્ય સરકારના વડોદરા વાસી મંત્રી યોગેશ પટેલ "કાકા" એ પ્રેસ કોંફ્રેન્સ કરીને આશ્વાસન આપતાં કહિતો દીધું કે વિશ્વામિત્રી નદી ઉપર થયેલાં ગેરકાયદેસર ના દબાણો ને હટાવામાં આવશે અને ફરી વખત વડોદરાની પરિસ્થિતિ વુશ્વામિત્રી નદીનાં જળસંકટ ને કારણે આટલી ખરાબ ન સર્જાય...!




પણ હજુ વરસાદની સિઝન તો ચાલુ છે અને અત્યારે વચન આપીને વડોદરાની જનતા માંટે ભાજપનાં રાજયમંત્રી યોગેશ પટેલ ખરેખર કોઈ નક્કર કામગીરી કરવાં માંગતા હોય તો તેમ કરતાં તેમને કોણ રોકી રહ્યું છે....?

વિશ્વામિત્રી નદી ઉપર આખાય વડોદરા શહેરમાં જાહેરમાં ચર્ચાતાં સવાલ મુજબ દબાણો કરનાર બિલ્ડર્સ સામે કાયદેસર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી...?


કેમ હજુ સુધી વિશ્વામિત્રી નદી ઉપર કરાયેલાં દબાણોને હટાવાની "નોટિસ" સુધ્ધાં આપવમાં ઠાગાથૈયા થઈ રહયાં છે....? 


ક્યારે વિશ્વામિત્રી નદી ઉપર કરવામાં આવેલા  ગેરકાયદેસરના તમામ "દબાણો" દૂર કરવામાં આવશે...? 


આવી અનેક ચર્ચાઓ વરસાદમાં ભીંજાતા વડોદરા "વાસીઓ"  કરી રહયાં છે અને આખરે જનતાનું હિત ઇચ્છનારી સરકારનાં મંત્રી અને VMC તંત્ર કેટલું પાવરફુલ કાર્ય કરશે તેનાં વિશે વડોદરાની જનતા ખૂબ સારી રીતે વાકેફ છે...!!



હાલ તો વિશ્વામિત્રીનું વધતું લેવલ ફરી એક વખત શહેરીજનો માં ભયનું વાતાવરણ સર્જાવી રહ્યું છે, અને VMC ના ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા કલેકટર શાલીની અગ્રવાલ ખરેખર ચિંતિત છે કે આખરે વરસાદી માહોલમાં વધતી જતી પાણીની સપાટી દરમ્યાન જળસંકટ સમયે વડોદરાની જનતાને કઈ રીતે બચાવી શકાય....?

દબાણો કરનાર બીલ્ડર્સ પોતાની આર્થિક,સામાજિક અને રાજકીય વગનો ખુલ્લેઆમ ઉપયોગ કરીને "ખેલ" તો પાડી ગયાં પણ VMC નું બદલાયેલું નવું તંત્ર અને તેનાં અધિકારીઓ ને આખરે નારાજ જનતાના રોષનો ભોગ બનવું પડે છે તેવી ચર્ચા વડોદરાનાં એક એક વ્યક્તિના ચહેરા ઉપરની રેખાઓ જોઈને જાણી શકાય છે...!!

એક તરફ હવામાન વિભાગની દ્વારા ભારે થી અતિભારે વરસાદની આગાહી અને બીજી તરફ વિશ્વામિત્રી ઉપરના દબાણો અને ત્રીજી તરફ VMC તંત્રની લાચારી આખરે વડોદરાની જનતાને કેટલી ડૂબતી બચાવી શકશે એતો આવનારો સમય સાચું ચિત્ર દેખાડશે...!!



આ લખાય છે ત્યાં સુધીનું લેટેસ્ટ વડોદરાનું સરકારી અપડેટ @6:00pm ,Ajwa lvl=212.80ft
Vishwamitri lvl=18.00 ft.
vadodara rain fall-4 pm to 6 pm=20 mm...!!

टिप्पणियाँ