પોલીસ કર્મીઓ ટિકટોક વિડીયો દ્વારા પોતાનો સ્ટ્રેસ દૂર કરેછે....!! DGP એ તમામ પોલીસ કર્મીઓ નો સ્ટ્રેસ દૂર થાય તેવું આયોજન કરવું જોઈએ...!

પોલીસ કર્મીઓ ટિકટોક વિડીયો દ્વારા પોતાનો સ્ટ્રેસ દૂર કરી રહયાં છે ત્યારે DGP એ તમામ પોલીસ કર્મી ઓનો સ્ટ્રેસ દૂર કરવા પગલાં લેવાં જોઈએ...!!



"DGP સાહેબ આ લોકો ઉપર દયા કરો એ પણ સાલું માણસ જાત છે"....!!

12 થી 14 કલાકની તણાવપૂર્ણ નોકરી કરીને થાકેલી પોલીસ કરે પણ શું...?

-------------------------------------------------------------------
સ્પેશિયલ રિપોર્ટર

the gujarat report. com

અમદાવાદ.




ભયંકર હાડમારી ભર્યા જીવન અને સંપૂર્ણ સ્ટ્રેસફુલ લાઈફની વચ્ચે જો કોઈ ઉમ્મીદની કિરણ હોય તો તે છે મોબાઈલ ફોન અને તેમાંનું સસ્તું ઈન્ટરનેટ, કોઈ પણ વ્યક્તિ પાસેથી અત્યારે મોબાઈલ છીનવી લેવો અથવા લઈ લેવો તેનો મતલબ હૃદય વગરનો મનુષ્ય જાણે મૃતપાય બની જાય તેમ મોબાઈલ વગરનો માણસ "મૃતપાય" બની જાય છે,માઁ-બાપ વગર ચાલશે પણ મોબાઈલ વગર જીવન જાણે અશક્ય હોય તેમ અનુભવતો માણસ પોતાનાં દુઃખ અને તકલીફ વચ્ચે થોડો આનંદ લઈને જીવતો હોય તો એમાં ખોટું પણ શું છે,

આવા સ્ટ્રેસફુલ જીવનમાં ગુજરાતના પોલીસ કર્મીઓ હાલ સોશિયલ મીડિયામાં હોટ ગણાતાં tictok એપ ઉપર અમુક ક્ષણનો પોતાનો વિડીયો વાયરલ કરે તો કયા એંગલથી ખોટું અને બે-જવાબદાર ગણાય...? આનંદ કરવો એ લોકશાહી દેશમાં સૌકોઈનો અધિકાર છે તો આ ગુજરાત પોલીસના એક મહિલા કર્મચારી અને અમદાવાદ શહેરમાં એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં આ પુરુષ પોલીસ કર્મી ને દંડવા કેટલું યોગ્ય ગણાય....?

દરેક પરિસ્થિતિમાં એકલાં હાથે ઝઝૂમી લેતા ગુજરાત પોલીસ વિભાગના લાખો કર્મચારીઓ અને તેમની લાઈફ કેટલી સ્ટ્રેસફુલ લાઈફ છે તેતો ગુજરાત પોલીસ વિભાગમાં કામ કરતાં લાખો કર્મચારીઓ ની માનસિક હાલતનો અભ્યાસ કરવામાં આવે તો ચોંકાવનારા કારણો જોવા મળે,

પગાર ધોરણ,નોકરીના કલાકો, રહેવાના ગંદા કવાટર્સ અને હક રજા તેમજ રજાનો કપાતો પગાર, આ બધા કારણો અને હાલ પોલીસ વિભાગમાં અપૂરતી પોલીસ "કુમક" જેને લઈને કામકાજનું ભારણ એટલી હદે વધી જતું હોય છે કે પોલીસ પોતાના પરિવાર કે સગાંવહાલાં માંટે તો જાણે મરી પરવાર્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળેછે,

એવામાં પોતાના વ્યક્તિગત આનંદ માંટે સોશિયલ મીડિયામાં થોડી રમૂજ કરી પણ લીધી તો શું આભ તૂટી પડવાનું છે, પોલીસ કર્મચારી પણ આખરે તો માણસ જાત છે અને કામકાજ દરમ્યાન એકાદ હળવિપળ કાઢીને કોઈ નાનકડો વિડીયો વાયરલ કર્યો હોય તો તેને સસ્પેન્ડ કરીને કે બરતરફ કરીને ઉપરી અધિકારીઓ શુ સાબિત કરી રહયાં છે તે નથી સમજાતું....!!

એરકન્ડિશનર ઓફિસમાં બેસીને નિર્ણય કરનાર અધિકારીએ ક્યારેક ધાર્મિક રેલીની કે રાજનૈતિક રેલીઓની ભીડમાં 42°  સેલ્શિયસ રોડ ઉપર તપીને દેખાડવું જોઈએ ત્યારે ખબર પડે કે નોકરી અને ફરજ બજાવતાં લોકોને ક્યારેક આનંદ કે મસ્તી કરવાનો કેટલો અધિકાર મળવો જોઈએ બાકી કોઈ કર્મચારીને સસ્પેન્ડ કરવા એ પરિસ્થિતિ નો ઉપાય નથી.

જ્યારથી મોબાઈલ નેટ સસ્તું થયું છે ત્યારથી ખરેખર ભારત દેશની જનતા પોતાનું દુઃખ અને દર્દ ને ભૂલવાનું જાણે "રામબાણ"ઈલાજ મળી ગયો છે,ઉઠતાં, બેસતાં, ચાલતાં, ઓફિસમાં,ગાડીમાં,બસમાં ટ્રેનમાં,રિક્ષામાં,લિફ્ટમાં અને કોઈ કોઈ તો મુતરડી સુધી પોતાની લિંક તોડવા માંગતાં ન હોય એમ છેક અંદર સુધી મોબાઈલ મચેડયા કરતાં હોય છે.

સારું છે,આજનાં સ્ટ્રેસફુલ જીવનમાં આટલો સસ્તો આનંદ જો કોઈ હોય તો તે છે ફક્ત મોબાઈલમાં ઈન્ટરનેટ કનેક્શન અને એક અલગ ટેબલ.....બસ પછી દુનિયાનું કોઈ દુઃખ,દર્દ કે ઘર પરિવારની તકલીફથી થોડો સમય આઝાદી....!!

જીહાં,
આટલી સ્ટ્રેસફુલ લાઈફ છતાંય તેનો વિરોધ કે અણગમો નથી તેનું ફક્ત કારણ સસ્તું ઈન્ટરનેટ અને તેનાં ઉપર પોતપોતાની રુચિકર સર્ફિંગ અને ચેટિંગ....બાકી કોઈની "લહેર" કે લાગણીમાં વશ તમામ જનતા થઈ ગઈ હોય એવું માનનારા અન્યોને મૂર્ખ સમજે છે તે સાબિત થાય છે...!

માંટે ગુજરાત પોલીસ પોતાનું દુઃખ,દર્દ અને તકલીફને  tictok વિડીયો દ્વારા મનોરંજન કરી દૂર કરી રહી છે અને પોતાને ફરી વખત ચાર્જ કરીને કામકાજ માંટે તૈયાર કરવાની નવી રીત શોધી છે તો તેને કઈ કલમ હેઠળ આરોપી ગણીને ફરજમુક્ત કે સસ્પેન્ડ કરવામાં આવે....? કોઈ વ્યક્તિ પોતાનાં જીવનની દુઃખ,તકલીફ અને ઉપાધિ ભૂલવામાં પોતાનાં વિચારો પ્રમાણે ભલે ચાલુ ફરજ દરમ્યાન "રિફ્રેશ" કરવા માંગે તો એમાં કઈ ખોટું થયું હોય તેવું વર્તન કરવાની કોઈ જરૂર નથી ઉપરથી રાજ્ય પોલીસ વડાએ રાજ્યમાં તમામ પોલીસ સ્ટેશનોમાં નિયમિત યોગા અને સ્ટ્રેસફ્રી કલાસ શરૂ કરાવવા જોઈએ નહીં કે એવા કર્મચારીઓ ને સસ્પેન્ડ કરવા જોઈએ....!!

મહેસાણા હોય કે અમદાવાદ હોય પોતાની વરદી પહેરીને જે રીતે આ પોલીસ કર્મીઓ tictok વિડીયો બનાવી વાયરલ કરી રહયાં છે તેમાં પોલીસ મેન્યુલ નો ભંગ અન્ય રીતે ન થાય ટ્વિ જોવાનું શિસ્ત ચૂકવું ન જોઈએ પણ આનંદ કરવો અને ખુશી વ્યક્ત કરવાની કોઈ ઉંમર હોતી નથી એટલે મહેસાણા બાદ અમદાવાદમાં અને કદાચ આવતી કાલે રાજયમ અનેક જગ્યાએ થી આ પ્રકારના વિડીયો સામે આવશે તો ખરેખર પોલીસ કર્મચારી પોતાનાં સ્ટ્રેસફુલ જીવનમાં થી હસીખુશી ની એક પળ ખર્ચી રહ્યો છે તો તે પળ તેની પોતાની છે અને એક ઈંશાન તરીકે તેનો હક છે એટલું યાદ રાખીને તેને પનીશ કરવું જોઈએ બાકી તો સિસ્ટમને યોગ્ય લાગશે તેમજ થશે પણ એક મીડિયા કર્મી તરીકે અમે આ બાબતે અમારી ફરજ સમજી ને પહેલ કરી છે....!!
જય હિંદ.

टिप्पणियाँ

लोकप्रिय पोस्ट